Gujarat

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી

સાબરકાંઠા
ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો હાઈવેને નુકશાન પણ પહોંચ્યું છે. તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજના છેડે ગાબડું પડ્યું છે. સાબરડેરી પાસે નવનિર્મિત નેશનલ હાઇવે પરના બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી થયો છે. આમ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. મહિનાથી સવા મહિના પહેલા જ આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને લઇ બ્રિજનો છેડાનો ભાગ ધરાશાયી થયો છે. છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયથી નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી થઈ રહી છે. જાે કે, આ પહેલા પણ રાજ્યમાં એક બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો. તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું નહોતુ. આમ એક બાદ એક બ્રીજ તૂટવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *