સમગ્ર વિશ્વમાં ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગની મહત્વતા સમજાવતો આ વિશ્વ યોગ દિવસની સમગ્ર ભારતમાં મોટાં શહેરોથી નાના ગામડાઓ સુધી દરેક સ્થળે યોગને ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રજામાં જાગૃતિ આવે અને ઘર ઘર યોગ ની થીમ સાથે … દરેક ઘરે યોગ થાય તેવાં શુભાશયથી છોટાઉદેપુર પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી યોજાઇ હતી. આ રેલી જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તાથી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો ઉપર થઈ પરત ફરી હતી. જેમાં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક સહીત તમામ અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


