જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી અબ્બાસ ભાઈ બરક્તભાઈ માલવીયા ના આર્થિક સૌજન્ય થી શ્રી નાગર દાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી ના સહયોગ થી નિઃશુલ્ક નેત્ર નિદાન અને નેત્ર મણી આરોપણ કેમ્પ તા.૧૮/૬/૨૩ રવિવાર ના રોજ લેઉવા પટેલ સમાજ ની વાડી હિફલી – બોટાદ ખાતે યોજાયો
કેમ્પ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટનથી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન સંસ્થા ના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ.કેમ્પ માં સેવા આપનાર ડો.હાર્દિક કાલરીયા તથા સંસ્થા ના મેનેજર કીર્તિ ભાઈ ભટ્ટ નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી અભિવાદન કરેલ.
આ નિદાન સારવાર કેમ્પ માં ૨૩૩ આંખ ના દર્દીઓ તપાસી આંખ ના નંબર કાઢી રાહત દરે ચશ્મા કાઢી આપવામાં આવેલ .જ્યારે મોતિયા ના ૨૨ દર્દીઓને ટાંકા વગરના ઓપરેશન માટે અમરેલી લઈ જઈ દવા ,રહેવા જમવાની , કાળા ચશ્મા તથા નેત્ર મણી વિના મૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , ફેડરેશન ઉપ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , યુનિટ ડીરેક્ટર ગ્રીન મૅન સી.એલ.ભીકડીયા , પ્રોજેકટ ચેરમેન લાલજીભાઈ કળથીયા ,સ્થાપક પ્રમુખ ડો.એલ.જી.બદ્રકીયા , દીપકભાઈ માથુકિયા ,કલ્પેશ ભાઈ ગાંધી , મુકેશભાઈ જોટાણીયા , જયદીપભાઈ પરમાર , અમિતભાઇ વડોદરિયા , કાનજી ભાઈ કળથીયા ,સંજય ઝાંઝરૂકિયા , કમલેશ પટેલ , શૈલેષ ભાઈ પરમાર ,મનસુર ખલ્યાણી ,મહેશભાઈ શાહ , યોગેશ શેઠ , વિરેન રાજગોર , હિતેશ ભાઈ મેર વગેરે હાજર રહી કેમ્પ ને સફળ બનાવેલ.


