Gujarat

પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સૂચનાથી શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના આગેવાનીમાં “નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩” અંગે સામાન્ય નાગરીકોમાં જાગૃતતા લાવવાના હેતુસર અમરેલી શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

• આ બાઇક રેલી અમરેલી મુખ્ય માર્ગો સીનીયર સીટીજન પાર્ક, રાજકમલ ચોક, મોટા બસસ્ટેડન્ડ, રેલ્વે સ્ટેશન, કોલેજ સર્કલ વિસ્તારોમાંથી પસાર થયેલ હતી.
• આ બાઇક રેલીનો મુખ્ય હેતુ આગામી “૨૧ મી જુન યોગ દિવસ” અંગે સામાન્ય નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો યોગ તરફ દોરાય તેવો હતો. આ બાઇક રેલીમાં ‘‘ નિયમિત કરો યોગ, હંમેશા રોગથી દુર રહો’’ ‘‘ યોગ માણસની શારિરીક, માનસિક અને આધ્યામિક ઉર્જામાં વધારો કરે છે’’ ‘‘ યોગ અપનાવો, સ્વસ્થ જીવન બનાવો’’ ‘‘ યોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે’’ જે સ્લોગનથી લોકોને યોગથી થતા ફાયદા અંગેની જાણકારી આપવામાં આવેલ હતી.
• આ બાઇક રેલીમાં પોલીસ હેડ કવાટર્સ, સ્થાનીક પોલીસ સ્ટેશન, કચેરી-શાખાના પોલીસ અધિકારી/કર્મચારીઓ મળી ૨૩૫ એ ભાગ લીધેલ હતો.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230618-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *