રાજકોટ
ડ્રગ્સના લે-વેચની ઘટનાઓ સતત વધી રહી છે, યુવાનો ઉંધા રવાડે ચડાવનારા ડ્રગ્સ પેડલરો પર રાજ્યમાં ર્જીંય્એ શિકંજાે કસવાનું શરૂ કરી દીધુ હોય એમ એક પછી એક ડ્રગ્સ પેડલરો પોલીસના હાથે ચઢી રહ્યાં છે. આજે રાજકોટમાંથી વધુ એક ડ્રગ પેડલરને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ર્જીંય્ની ટીમે ઝડપી પાડ્યો છે. મોરબી ર્જીંય્ની ટીમે આજે સવારે મોટી કાર્યવાહી હાથ ધરતાં રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતાં ડ્રગ પેડલરને દબોચી લીધો હતો. આજે રાજકોટથી રિક્ષામાં બેસીને મોરબી આવતા મુસાફર પાસેથી ર્જીંય્એ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં મોરબીની ત્રાજપર ચોકડી પાસે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર રામજી પ્રજાપતિ પાસેથી ડ્રગ્સ મળી આવ્યુ છે. આરોપી જીતેન્દ્ર પાસેથી ૧૦.૨૦ ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સ મળી આવ્યો હતો, જેની કિંમત ૧,૦૨,૦૦૦ રૂપિયા છે. ર્જીંય્એ બાતમીના આધારે ડ્રગ પેડલર જીતેન્દ્રને દબોચી લીધો હતો, આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ અને રોકડ રકમ સહિત ૧,૧૩,૮૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી જીતેન્દ્રની પુછપરછ દરમિયાન રાજકોટના રવિ ઉર્ફે આશિષભાઈ જીતેન્દ્રભાઈ રાવલના નામનો ખુલાસો થયો હતો.


