Gujarat

પ્રાચીન ભારતીય પરંપરાની એક અમૂલ્ય ભેટ એટલે યોગ વિદ્યા

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા લોકોને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯ મી સામાન્ય સભા સમક્ષ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

 જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧  જૂન  ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તથા રાજ્ય સરકારશ્રી દ્વારા જી – ૨૦ ની વન અર્થ વન હેલ્થની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્યના નારા સાથે વસુધૈવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગના થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નક્કી કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *