ગાંધીનગર
ગુજરાત શિક્ષણનું સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણ હવે મજાક બની ગયું છે. ફીના નામે તોતિંગ રૂપિયા વસૂલાય છે, પરંતુ શિક્ષણના નામે મીંડુ હોય છે. આજે પણ લાખો વિદ્યાર્થીઓ એવા છે જેઓને લખવા-વાંચવાના ફાંફા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ, દર ૨૫ વિદ્યાર્થીની સંખ્યાની સામે ૧ શિક્ષક હોવો જાેઈએ. પરંતું ગુજરાતમાં ચિત્ર કંઈક અલગ જ છે. લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતમાં ધોરણ ૧ થી ૫ માં વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો ૩૦ઃ૧ છે. જે બતાવે છે કે, ગુજરાતમાં શિક્ષકોની સંખ્યા ઘટી છે. આ આંકડા મુજબ, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ૩૦ વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક છે. રાજ્યમાં ૨૫ઃ૧ના રેશિયો પ્રમાણે ૪,૬૧,૬૯૧ શિક્ષક હોવા જાેઈએ, પરંતુ હાલ ૩૦ઃ૧ પ્રમાણે ૩,૮૪,૭૪૨ શિક્ષક છે. આ ગણતરી માંડીએ તો, ગુજરાતમાં ૭૬,૯૪૯ શિક્ષકોની ઘટ છે. આ ઘટ કેમ છે તેનો જવાબ તો શિક્ષણ વિભાગ જ આપી શકે છે. જાે આવુ ને આવુ ચાલતુ રહ્યું તો ગુજરાતમાં શિક્ષણ વધુ ખાડે જશે.આ આંકડાનો અર્થ એ પણ ખરો કે, જાે શાળામાં શિક્ષકોની ઘટ છે, મતલબ કે, શિક્ષકો હવે ટ્યુશન ક્લાસીસ તરફ વળી રહ્યાં છે. ગુજરાતમાં શાળા કરતા ટ્યુશન ક્લાસીસનુ પ્રભુત્વ વધારે છે. એક માહિતી મુજબ, ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસનો વાર્ષિક બિઝનેસ ૫૦૦ કરોડ જેટલો છે. શાળા કરતા શિક્ષકો ખાનગી ટ્યુશન તરફ વળ્યા છે તેના પણ અનેક કારણો છે. ગુજરાતમાં આશરે ૩૦ હજારથી વધુ કમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. જ્યારે ૫૦ હજારથી વધુ નોન કમર્શિયલ ટ્યૂશન ક્લાસીસ ચાલે છે. આ તમામ ક્લાસિક ધોરમ ૧ થી ૧૨ સુધીના છે. જે તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઝુકાવ વધારે છે. વાલીઓનો એવો મત છે કે, શાળામાં વધુ બાળકો સામે શિક્ષકો યોગ્ય ધ્યાન આપી શક્તા નથી. જેથી તેમના સંતાનો યોગ્ય રીતે શિક્ષણ મેળવતા નથી. આ કારણે જ તેઓ ટ્યુશન ક્લાસ પર વધુ આધાર રાખે છે.ગુજરાતના કેટલાક જિલ્લાઓની સ્થિતિ વધુ ખરાબ છે. કેટલાક જિલ્લાઓમાં ૩૫ તો કેટલાકમાં ૪૩ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યું છે કે, શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે સમયબદ્ધ રીતે ભરવામાં આવશે, દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર ૩૦ઃ૧થી ઓછો હોય તેવો પ્રયત્ન કરાશે અને એવા ક્ષેત્ર કે જ્યાં મોટી સંખ્યામાં સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે ત્યાં રેશિયો ૨૫ઃ૧થી પણ નીચે રાખવાનું લક્ષ્ય રખાશે.


