Gujarat

ઉનામાં સરગમ યુવા મંડળ ટિમ દ્વારા વિશ્વ વ્યસન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી…

દિવના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને નામી આર્ટિસ્ટ એવા ભારત સરકારે પદ્મશ્રી એવોડનુ સન્માન કરી ટ્રોફી આપી અભિનંદન
પાઠવ્યા…
ઉના તાલુકા આરોગ્ય કચેરી ખાતે સરગમ યુવા મંડળ ટિમ દ્વારા સંચાલીત વ્યસન મુક્તિ અને પુન:વશન કેન્દ્ર (IPCA) દ્વારા વિશ્વ
વ્યશન મુક્તિ દિન નિમીતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં સરગમ યુવા મંડળના વ્યસન મુક્તિ કેન્દ્રમાં
દાખલ થયેલ લાભાર્થીઓએ તેમના અનુભવ વ્યકત કરેલ તેમજ વ્યસન મુક્તિ કેન્દ્રની મળતી સુવિધા અને કેન્દ્રના કર્મચારીઓ દ્વારા
કરવામાં આવતું કાઉન્સેલિંગ, યોગા, મેડીટેશન, દવા તેમજ ભોજન વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આ નશા મુક્તિ કેન્દ્ર પર
દાખલ થયા પછી અમે અમારા જીવનમાં નશાથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છીએ તેવું લાભાર્થીઓએ જણાવ્યું હતું.
ત્યાર બાદ (IRCA) સેન્ટર ના પ્રોજેક્ટ કોર્ડીનેટર મહેશભાઈ રૂપાપરા દ્વારા વ્યશન મુક્તિને લગતી એક નાની ફિલ્મ દેખાડવામાં
આવી તેમજ PPT દ્વારા નશા મુક્તિ કેન્દ્ર પર આપવામાં આવતી ટ્રીટમેન્ટ તેમજ કાઉનસેલિંગ અને નશો છોડી દેવા માટેની તમામ
થીયરીઓ પ્રસતુત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિપુલ દુમાતર તેમજ સરગમ યુવા મંડળના
સંસ્થાપક વિનોદભાઈ જેઠવા, સરગમ યુવા મંડળના મંત્રી પ્રવિણા વિનોદ જેઠવા તેમજ ઉપપ્રમુખ કેશુભાઈ ભગવાનભાઈ વાળા
ઉપસ્થીત તથા સ્ટાફ સુફિયા સુરાની, કોશિક મોરાસીયા હાજર રહેલ.
આ ઉપરાંત દિવના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને નામી આર્ટિસ્ટ એવા પ્રેમજીત બારૈયા સાહેબ જેને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ
આપવામા આવ્યો છે. તેમનુ સન્માન દિવ સરગમ યુવા મંડળ ટિમ અને ઉના તાલુકા હેલ્થ ઓફિસર સાથે મળીને ટ્રોફી આપી
અભિનંદન પાઠવ્યા હતા…

-યુવા-મંડળ-ટિમ-દ્વારા-વિશ્વ-વ્યસન-મુક્તિ-દિવસની-ઉજવણી-કરવામાં-આવી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *