Gujarat

આલીદર- હરમડીયા રોડ પર સિંહણે ગાય પર હુમલાનો લાઇવ વીડિયો વાયરલ…

ઊના – આલીદર- હરમડીયા ગામ રોડ પર સિંહણે ગાય પર હુમલો કર્યાની વીડિયો વાયરલ થયેલ જેમાં આ મુખ્ય રસ્તા પર એક ખેડુત
પોતાની ગાય લઈ જઈ રહેલ હતો. ત્યારે અચાનક સીમ વાડી માંથી સિંહણ અચાનક આવી ગાય પર હુમલો કરી દીધો હતો. અને
ગાયના ગળાના ભાગે સિંહણે પોતાના જડબાથી જકડી રાખેલ ત્યારે ગાય એ બચવાની કોષીશ કરવા છતાં સિંહણે ન મુકતા ખેડુતે
પણ પોતાની ગાયને સિંહણના મુખ માંથી બચાવવા માટે હાકલા પડકારા કર્યાં હતાં. અને સામે એક કાર ચાલકે સમગ્ર વીડિયો કેદ કર્યો
હતો. જોકે એક તરફ ખેડુત પોતાના પશુને બચાવવા હાકલા પડકારા કરે છે તો બીજી તરફ કાર ચાલક આ મારણની મજા માણવા માટે
થઈને પેલા ખેડુત હાકલ કરે છે ત્યારે એ કારમાં બેઠેલાં વ્યક્તિ એ બોલે છે કે એલા ઘડીક રેવા દે રેવા દે તેવું સ્પષ્ટ સંભ્યાઈ છે. તો
ખેડુત પણ પોતાના પશુને બચાવવા પ્રયત્ન કરતો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખુબ વાઇરલ થયેલ હતો…

-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *