Gujarat

અરવલ્લીનાં અમરાપુર ગામે વાંઘામાં યુવક પાણીમાં તણાયો

અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધનસુરા તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ધનસુરા નગરમાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. મોડાસા – કપડવંજ ધોરીમાર્ગ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ધનસુરા નજીક યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાની ઘટના બની છે. અમરાપુર ગામે વાંઘામાં યુવક પાણીમાં તણાયો છે. પાણીનો પ્રવાહ વધતા યુવક તણાયો હતો. ઘટનાની જાણ થતા મામલતદાર ,પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાં જવાના માર્ગે ઘૂંટણસમા પાણી ભરાયા છે. તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *