વડિયાના સુરવો માં ૧૪ફૂટ ભાગોળે આવેલા સાકરોળી ડેમમાં ૨૦ફૂટ નવા નીરની આવક થઈ
ઓવરફ્લો થવામાં હવે ચારફૂટ બાકી
ખેડૂતોની જીવાદોરી સમાન ડેમમાં ખેડૂતોએ નવાનીરની આવકના કર્યા વધામણા
વડિયા
સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસા ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કર્યું છે ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી રહી છે.ગત રાત્રીના ધોધમાર વરસાદથી વડિયાના સુરવો અને જુનાગઢ સરહદે આવેલા સાકરોળી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ હતી. વાડિયાના સુરવો ડેમમાં ૧૪ફૂટ જેટલાનવાનીરની આવક નોંધાઈ હતી. ત્યારે હવે ફક્ત દોઢ ફૂટ જ ડેમ ઓવરફ્લો સપાટીથી બાકી રહ્યો હતો. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ના કરવા જણાવાયું હતું. વડિયાની ભાગોળે આવેલા સાકરોળી ડેમમાં પણ ૨૧ ફૂટ જેટલાનવાનીરની આવકથી ડેમની સપાટી ૨૨ ફૂટ આસપાસ પહોચી હતી અને તે પણ ત્રણ ફૂટ જ ઓવારફલો થી અધૂરો રહ્યો હતો. આ બંને સિંચાઈના ડેમમાં નવા પાણી આવક થતાં સ્થાનિક હનુમાન ખીજડિયા અને સાકરોડાના ખેડૂતો અને આગેવાનો અતુલભાઈ વીંછી,બાબુભાઈ વિંછી,ભૂપતભાઈ ડેર,અમરુભાઈ ગળ સહિતના લોકોએ ડેમમાં નવા નીરના વધામણાં કર્યાંહતા. વરસાદી માહોલ યથાવત હોવાથી ટૂંકાગાળામાં ડેમ ઓવરફ્લો થઈશકે છે.



