Gujarat

કલેકટરશ્રીએ આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી  

હાલ ચોમાસુઋતુ ચાલી રહી છે, ત્યારે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા અધ્યક્ષતામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વર્ષાઋતુમાં જોવા મળતા રોગોને અટકાવવા માટે સર્વેલન્સ અને લોકો રોગથી બચી શકે તે માટે આરોગ્ય શિક્ષણની કામગીરીને વધુ સઘન અને વેગમાન બનાવવા માટે નિર્દેશ આપવમાં આવ્યા હતા.

     સંચારી રોગ અટકાવવા માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની તથા આઈ.ડી.એસ.પી. અન્વયે ઈન્ટર ડિપાર્ટમેન્ટલ કમિટીની બેઠકમાં આરોગ્ય કર્મીઓ ડોર- ટુ- ડોર જઈ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે પોરાનાશક, ક્લોરીનેશન, આરોગ્ય શિક્ષણ સહિતની આરોગ્યલક્ષી કામગીરીને વધુ સઘન અને વેગમાન બનાવવા માટે કલેકટરશ્રીએ નિર્દેશ આપ્યાં હતા.

    ગ્રામ પંચાયત દ્વારા પણ વિતરીત થતા પીવાના પાણીમાં ક્લોરીનેશન હાથ ધરવા માટે જણાવાયું હતું. તેમજ સ્કૂલ, કોલેજો અને આંગણવાડીમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગો અટકે તે માટે જરૂરી કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

    આ બેઠકની સાથે ક્લાઈમેટ ચેન્જ અને હ્યુમન હેલ્થ કમિટીની બેઠક પણ મળી હતી. જેમાં પણ આરોગ્ય સબંધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી

     આ બેઠકમાં એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. લાખાણી જિલ્લા ક્ષય નિવારણ અધિકારી ડૉ. ચંદ્રેશ વ્યાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

meeting-photo-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *