Gujarat

નામના નહિ પણ કામના છે.ધારાસભ્ય મહેશભાઈ કસવાલા…. રાજુલાથી મહુવા અને સાવરકુંડલા વાયા વિજપડી જતો ભારે ટ્રાફિક વિજપડી બજાર માંથી ચાલે છે જે માટે હવે બાયપાસ મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વીજપડી ગ્રામજનો અને વેપારીઓને ૪૦ વર્ષે આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
——————————————————————–રાજુલાથી મહુવા અને સાવરકુંડલા વાયા વિજપડી જતો ભારે ટ્રાફિક વિજપડી બજારમાંથી ચાલે છે જે માટે હવે બાયપાસ મંજૂર થતા નગરજનો અને વેપારીઓને ૪૦ વર્ષે આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે પણ સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક ની ચૂંટણી વખતે આપેલા વચનો માં સાવરકુંડલાનો બાયપાસ રોડ ચાલુ કરવા કમર કસીને બાયપાસ શરૂ કરાવ્યો ત્યારે નામના ધારાસભ્ય મહેશ કસવાળા નહિ પણ કામના ધારાસભ્ય મહેશ કસવાળાએ શહેરીજનોના દિલ જીતી લીધા તેમ વીજપડી શહેરની મધ્યમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે રોડનો બાયપાસ રોડ સરકારશ્રીમાંથી મંજૂર કરાવીને 160 લાખના ખર્ચે નવો બાયપાસ રોડ વિજપડીનો બનવા માટેની મંજૂરી માર્ગ એન્ડ મકાન વિભાગ ગાંધીનગરની મળી જતા બાયપાસ રોડ સાથે વિજપડી મેઈન બજારમાં સી.સી.રોડ પણ સરકારશ્રી એ મંજૂર કરી ધારાસભ્ય મહેશ કસવાળાની જહેમત રંગ લાવી છે તો ધોબા-પાટી એપ્રોચ રોડ, મેંકડા ફિફાદ રોડ, સાવરકુંડલા બોધરયાણી ખોડિયાર પરા રોડ, ચરખડિયા નાના ભમોદ્રા રોડ, લીલીયાનો કુતાણા એપ્રોચ રોડ સી.સી.રોડ, લીલીયાના ભેંસાણ એપ્રોચ્ રોડ અને નાળાનું કામ, લીલીયાના સાજણટીંબા લુવારીયા રોડ નાળાનું કામ, અને સાવરકુંડલા ના લીખાળા વીજપડી રોડ પર માઈનોર બ્રિજ અને પ્રોટેક્શન દીવાલ માટે કુલ 796 લાખના ખર્ચેની મંજૂરી મળતા આગામી દિવસોમાં નવા નાળા અને રોડ રસ્તા સાથે વીજપડી નો બાયપાસ રોડ આકાર પામશે ત્યારે સાવરકુંડલા લીલિયા પંથકમાં વિકાસની હારમાળા માટે સતત જાગૃત રહેતા ધારાસભ્ય મહેશ કસવાળા શહેર અને તાલુકાના ગામડાઓ માટે આશીર્વાદ રૂપ રોડ રસ્તા અને નદી નાળાના પુલ, પ્રોટેક્શન દીવાલ સહિતની કામગીરીઓ વેગવંતી કરતા ગ્રામીણ ગામડાઓમાં મહેશ કસવાળાની કામ કરવાની થીયરીની સરાહના થઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *