Delhi

LPG થી લઇ ક્રેડિટ કાર્ડ સુધીના ૫ મહત્વના નિયમો બદલાશે

નવીદિલ્હી
આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થશે અને ૧ જુલાઈથી તમે રસોઈ ગેસથી લઈને ઈન્કમ ટેક્સ સુધીના મોટા ફેરફારો જાેશો. કારણ કે દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો બદલાય છે. આવા ઘણા નવા નિયમો ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ૧ જુલાઈથી થવા જઈ રહેલા આ ફેરફારો વિશે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ પર ્‌ઝ્રજી લાદવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. જુલાઇ મહિનો શરૂ થાય તે પહેલા આ ફેરફારો વિશે ખાતરી કરો જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ફેરફાર.. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને ગેસ સિલિન્ડર સુધીના નવા દર જારી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જાે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહે છે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું વિચારી શકે છે. આવી સ્થિતિમાં આગામી મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જાેવા મળી શકે છે. આ સિવાય ૧ જુલાઈએ એલપીજી ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે આવતા મહિને એલપીજીના ભાવ પણ સસ્તા થઈ શકે છે.
ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર ૨૦% ્‌ઝ્રજી વસૂલવામાં આવશે… ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (્‌ઝ્રજી)ના નિયમોમાં ૧ જુલાઈથી લાગુ થતા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે જાે તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ૨૦ ટકા ્‌ઝ્રજી ચૂકવવો પડશે. સરકારે મે મહિનામાં ્‌ઝ્રજીના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમ મુજબ, આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્‌સ પર નાણાકીય વર્ષમાં રૂ. ૭ લાખ સુધીની નાની ચૂકવણીને ૨૦% ્‌ઝ્રજી નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. જાે કે, તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેનો દાવો કરી શકો છો.
ૈં્‌ઇ ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી જુલાઈ છે… નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. કરદાતાઓએ દર વર્ષે ૈં્‌ઇ ફાઈલ કરવાની હોય છે. આવી સ્થિતિમાં, જાે તમે હજી સુધી ૈં્‌ઇ ફાઇલ નથી કર્યું, તો તેને સમયસર ફાઇલ કરો. જાે ૩૧ જુલાઈની અંદર ૈં્‌ઇ ફાઈલ કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં તમારે ૫૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
ફૂટવેર કંપનીઓ માટે જરૂરી ઊર્ઝ્રં…. ૧ જુલાઈ, ૨૦૨૩થી દેશમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે ફૂટવેર યુનિટ્‌સને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ઊર્ઝ્રં) લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત ફૂટવેર કંપનીઓ માટે ઊર્ઝ્રં ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ઉ્‌ર્ં) ના નિયમોને અનુસરીને, સરકારે ફૂટવેર કંપનીઓ માટે કેટલાક ધોરણો રજૂ કર્યા છે. હવે ફૂટવેર કંપનીઓએ આ નિયમો અનુસાર જૂતા અને ચપ્પલ બનાવવા પડશે. અત્યારે ૨૭ ફૂટવેર પ્રોડક્ટ્‌સ ઊર્ઝ્રંના સ્કોપમાં સામેલ છે, પરંતુ આવતા વર્ષે બાકીની ૨૭ પ્રોડક્ટ્‌સને પણ આ સ્કોપ હેઠળ લાવી શકાય છે.
જુલાઈમાં કુલ ૧૫ દિવસની બેંક રજાઓ રહેશે… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) દ્વારા જુલાઈ ૨૦૨૩માં બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જે મુજબ જુલાઈ ૨૦૨૩માં બેંકો કુલ ૧૫ દિવસ બંધ રહેવાની છે. આવતા મહિને, વિવિધ રાજ્યોમાં સાપ્તાહિક રજાઓ અને તહેવારોને કારણે, ૧૫ દિવસ માટે બેંક રજાઓ (જુલાઈ બેંક રજાઓ) રહેશે. જાે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલદી પતાવી લો. કારણ કે જાે બેંકની રજાઓ શરૂ થઈ ગઈ છે, તો તમે આ મહત્વપૂર્ણ કામ કરી શકશો નહીં. પરંતુ આ રજાઓ દરમિયાન તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *