Gujarat

મુખ્યમંત્રીશ્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતી કાલે રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઘટશે અને
રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને
સતર્ક રહેવા સૂચનો કર્યા હતા
મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ
તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરે ની પણ માહિતી લીધી હતી
શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાlના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત
ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીક નો ડેમ ઓવરફલો થવાની સ્થિતિ માં માર્ગો પર પાણી ભરાવા ને
કારણે વાહન વ્યવહાર કે જનજીવન ને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીશ્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા
સૂચવ્યું હતું.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ
કુલ ૪ ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે.એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી
દેવાઈ છે.
હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો
છે તેની વિગતો બેઠકમાં આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *