રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મતસ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી
રાઘવજીભાઈ પટેલે શહેરના નારાયણ નગર, મોહનનગર સહિતના નિંચાણ વાળા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી
અને જરૂરી સમીક્ષા કરી હતી.આ તકે મંત્રીશ્રીએ સ્થળ પર જ વિસ્તારના નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા અને
મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.એન.મોદી સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે
જરૂરી ચર્ચા કરી નાગરિકોની રજૂઆત અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા તેમજ ભરાયેલ પાણીના નિકાલ અંગેની જરૂરી
વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા વેળાએ કરેલ કામગીરીની માફક જ યુદ્ધના ધોરણે
કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા, કાદવ કીચડ દૂર કરવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ કરી
નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી.


