Gujarat

જામનગરમાં યુવા સાહસિકો તેનજિઁગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ- 2022 માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તેનજિઁગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ-
2022 માટે નોમિનેશન મોકલવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સાહસના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા યુવા સાહસિકો
આગામી તા. 06 જુલાઈ સુધી https://awards.gov.in – આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી/ રજિસ્ટ્રેશન કરી
શકે છે.
ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ જિલ્લા રમત- ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, રૂમ નં.
42, રાજપાર્ક પાસે, જામનગર ખાતે જાણ કરવાની રહેશે. આ અંગે, વધુ વિગતો મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં. 0288-
2571209 પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ. આઈ. પઠાણ, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *