Gujarat

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય કલરફુલ વાઘાનો શણગાર તેમજ કલરફુલ છત્રીનો શણગાર કરાયો  

શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય કલરફુલ વાઘાનો શણગાર તેમજ  કલરફુલ છત્રીનો શણગાર તથા  દાદાને 1000 કિલો લાલ અને પીળા ખલેલાનો અન્નકૂટ ધરાવાયો વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.01-07-2023ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય કલરફુલ વાઘાનો શણગાર તેમજ  કલરફુલ છત્રીનો શણગાર કરવામાં આવેલ સાથોસાથ દાદાને 1000 કિલો લાલ અને પીળા ખલેલાનો અન્નકૂટ ધરાવાયો એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી  હ્રદયપ્રકાશદાસજી સ્વામી દ્વારા તથા 7:00  કલાકે શણગાર આરતી કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.  હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ.

ઉમંગરાવલ સાળંગપુર

20230701_074430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *