મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તારાપુર તાલુકાના વરસડા ખાતે આવેલ આર.સી.મીશન શાળામાં તા. 01/07/’23 ના રોજ વૃક્ષારોપણ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના મેનેજર ફાધર જયંત રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં આશાદીપના સ્ટાફ તરફથી પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ મુદ્દે મહત્વની જાણકારી વિદ્યાર્થીઓને પીરસ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં સિસ્ટર ગીતા, શાળાના આચાર્ય, શિક્ષકો તથા આશાદીપના સામુદાયિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


