Gujarat

સરસ ક્રિકેટ ગૃપ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધનશેરની યંગસ્ટાર ફાઉન્ડેશન ઇલેવન ચેમ્પિયન                 

ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં સરસ ગામે સરસ ક્રિકેટ ગૃપ દ્વારા એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.
               તમામ લીગ મેચોનાં અંતે ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો શીઝા ઇલેવન, પિંજરત અને યંગસ્ટાર ફાઉન્ડેશન ઇલેવન, ધનશેર વચ્ચે યોજાયો હતો. જેમાં યંગસ્ટાર ફાઉન્ડેશન ઇલેવન, ધનશેરનો 5 વિકેટે રોમાંચક વિજય થયો હતો. ટુર્નામેન્ટને અંતે બેસ્ટ બેસ્ટમેન તરીકે કાર્તિક આર. પટેલ (105 રન) જ્યારે બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ તરીકે મનિષ જે. પટેલ (4 મેચમાં 12 વિકેટ) ને ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને મેદાન પર ઉપસ્થિત સરસ ગામનાં સામાજીક આગેવાનો દ્વારા ટ્રોફી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
               અંતમાં યંગસ્ટાર ફાઉન્ડેશન ઇલેવનનાં સભ્યો બળવંત જે. પટેલ, વિજય સી. પટેલ, સુભાષ એચ. પટેલ તથા કાંતિ જી. પટેલે ટુર્નામેન્ટનાં સુંદર આયોજન બદલ સરસ ક્રિકેટ ગૃપની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20230702-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *