સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તાજેતરમાં અમરેલીના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના નદી કાંઠાના ગામડાઓમાં પડેલ વરસાદનાં કારણે નદીઓમાં પુર આવવાથી નદી કાંઠાનાં ખેડુંતોના ખેતરોમાં પુરના પાણી ઘુસી ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ જવાથી ખેડુતો દ્વારા કરેલ વાવેતરને ખુબ મોટા પ્રમાણમાં નુકશાની થવા પામેલ છે જેમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરવાના કારણે વાવેતર નષ્ટ થઈ ગયેલ છે અને ખેડૂતોને ફરી વખત બિયારણ લાવીને વાવેતર કરવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામેલ છે જે અન્વયે સાવરકુંડલા –લીલીયાના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીશ્રીને રજૂઆત સાથે પત્ર પાઠવીને. ખેતીવાડી અધિકારી શ્રી અમરેલીને સુચના આપવા અને નુકશાનીનો તત્કાળ આ ખેતરોના સર્વે કરાવી રીપોર્ટ મંગાવી થયેલ નુકશાનનું વળતર ખેડુતો આપવવા જણાવેલ છે.


