ભારત દેશના ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે નાલ્સા તથા જી.એસ.એલ. એ.ની સુચના મુજબ પાન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એ.આઈ.રાવળ ના વડ પણ અને માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.કે માવળંકર ના નેજા હેઠળ રાણપુર શહેરમાં જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે કાનુની શિબિર કરવામાં આવી હતી જેમાં રાણપુર કાનૂની સેવા સમિતિ રાણપુર અધ્યક્ષ એ.કે માવળંકર તથા રાણપુર બાર એસોસિએશનના વકીલ ડી.પી ભરાડીયા દ્વારા મહિલાઓના કાયદાઓ.હકો.એન્ટીડ્રગ્સ તેમજ બાળકોને લગતા કાયદાઓ તેમજ મફત કાનૂની સહાય કઈ રીતે અને કોને મળી શકે અને ક્યાંથી મળી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાનૂની શિક્ષણ શિબિર માં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તેમજ પ્રિન્સિપાલ અનિલભાઈ ગોહિલ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ રાણપુર ના સેક્રેટરી વી.એસ ચૌહાણ તથા જન્મભૂમિ હાઇસ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાનુની શિબિર અંગે માહિતી લીધી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


