Gujarat

ઊના શહેરના રહેણાંક વિસ્તારમાં દિનદહાડે દીપડાના આંટાફેરા..

ઊના ગીરગઢડા રોડ પર આવેલ ગોલ્ડનસીટી સોસાયટી વિસ્તારમાં બપોરના બાર વાગ્યાની આસપાસ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. ગોલ્ડનસીટી વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા છે. બપોરના બાર વાગ્યાની આસપાસ ખાલી પ્લોટમાં ઉગી નિકળેલા મોટા ઝાડમાંથી દીપડો નિકળી સીસી રોડ ક્રોસ કરી સામેના ભાગમાં આવેલ પ્લોટમાં ઝાડના અધોચરમાં ચાલ્યો ગયેલ હતો.

આ વિસ્તારમાં રહેતા મનુભાઇ મોણપરા બાળકોને ઝાડના છાયડા નીચે રમાડતા હતા. ત્યારે અચાનક દીપડો રહેણાંક મકાન પાસેથી રોડ ક્રોસ કરતો હોય તે નજરે પડતા બાળકો રાડારાડ કરવા લાગ્યા હતા. અને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. આ અંગે તાત્કાલીક વનવિભાગને જાણ કરતા વીરાભાઇ ચાવડા સહીત નવાબંદર રાઉન્ડ સ્ટાફની ટીમ સાથે પાંજરૂ લઇ સ્થળ પર દોડી ગયેલા હતા. અને ખાલી પ્લોટમાં ઉગી નિકળેલા વૃક્ષની ઝાડીમાં એક કલાકથી વધુ સમય સુધી તપાસ કરેલ પરંતુ દીપડો બાજુની વાડી વિસ્તારમાં નાશી છુટ્યો હોવાના કારણે મળી આવેલ નથી. બાદમાં વનવિભાગે આ વિસ્તારમાં દીપડાને પુરવા પાંજરૂ ગોઠવી દેવામાં આવેલ હતું.

-ગોલ્ડનસીટી-સોસાયટીમાં-દિનદહાડે-દીપડાના-આંટાફેરા-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *