શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ (કઠલાલ)ના ચેરમેન ડો.બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ ગુરુની મહિમા ને જીવંત કરતું પર્વ એટલે ગુરુપૂર્ણિમાના પર્વને સંસ્થાના ચારેય સેક્શનના કોર્ડીનેટર તથા તેમના સ્ટાફ દ્વારા ગુરુપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં હજારથી વધારે બાળકોએ ગુરુતુલ્ય શિક્ષકોનું કંકુ અને ચોખા થી પૂજન કર્યું અને તેમના આશીર્વાદ મેળવ્યા.સાથોસાથ ગૌરીવ્રત નિમિત્તે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 200 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ સરે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી પ્રોત્સાહિત કર્યા તથા આચાર્ય ડો.રશ્મિન રાવલે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
મકસુદ કારીગર,કઠલાલ


