Gujarat

“જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫૦૦૦ કરતાં વધારે વૃક્ષો વાવવાનો શુભારંભ કરવામાં આવ્યો. “ 

“આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમા 75000થી વધુ વૃક્ષોનું વાવેતર બાળકો દ્વારા કરવામાં આવે અને તેનો  ઉછેર પણ કરવામાં આવે તેવું આહવાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ જેની શુભ શરુઆત આજ રોજ સાણંદ તાલુકાની શેલા પ્રાથમિક શાળાના પટાંગણમાંથી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ સાથે જિલ્લા પંચાયત સદસ્યશ્રી વતી સચીનભાઈ ઠાકોર,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તેજસભાઈ અમીન,શેલા ગામના સરપંચશ્રી શેરબાનુ નૌશાદ આલમ સાથે સાણંદ એજ્યુકેશન ટિમ તેમજ અવસર ફાઉન્ડેશનની ટિમે સાથે રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ અને જિલ્લાના વૃક્ષારોપણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રીઓના હસ્તે શેલા પ્રાથમિક શાળામાં બાળકોની  કોર્ડિંગના શિક્ષણને ધ્યાને રાખીને આધુનિક ટેકનોલોજીથી ભરપૂર નવી રોબોટીક લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મા સામાજિક કાર્યકર સેવાભાવી શ્રી રાધવ ભાઇ ધનાળિયા સંકલન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો
તેમજ અવસર ફાઉન્ડેશન દ્વારા શેલામાં બનાવેલ કોમ્પ્યુટર લેબ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં આઈ.પી.એસ.શ્રી ભરતભાઈ રાઠોડ,અવસર ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીઆનંદ ચતુર્વેદી, શ્રીદેવાંગભાઈ બ્રહ્મભટ્ટ સાથે તેમની સમગ્ર ટિમ હાજર રહેલ
શેલા પ્રાથમિક શાળાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય નવી શિક્ષણનીતિના ધ્યેયો સિદ્ધ કરી બાળક શિક્ષણમાં રસ લેતો થાય તેવા શુભ આશયથી આપવામાં આવેલ દાન માટે શેલા શાળા પરિવારે ખૂબ આભાર પણ વ્યક્ત કરેલ.

IMG-20230706-WA0351.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *