Gujarat

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહની નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોમાં આકસ્મિક મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 

બે આંગણવાડી અને બે દવાખાનામાં કર્મચારીઓની સૂચક ગેરહાજરી સામે DDO એ લાલ આંખ કરી છે. કડુલી મહુડી અને ઝેર 3 આંગણવાડી માં બેદરકાર બે આંગણવાડી વર્કર અને બે તેડાં ઘર એમ ચાર ને તાત્કાલિક રાહત ફરજ મુક્ત કરાયા છે જ્યારે તબીબો સહિત 18 આરોગ્ય કર્મચારીઓને જિલ્લા કચેરીએ બોલાવી તેમના જવાબ મેળવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી મુજબ જિલ્લામાં તબીબોની ઘટ્ટ ના કારણે આવી સ્થિતિ સર્જાઈ હશે તેમજ શાળા ચકાસણી કાર્યક્રમમાં પણ સ્ટાફ વ્યસ્ત હોય દવાખાનામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે સાથે જે કર્મીઓએ બેદરકારી દાખવી છે તેમના સામે કડક પગલાં ભરવાની વાત કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *