ધ્રોલ તાલુકામાં કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર, શિક્ષણ સાથે જીવન જીવવાના, લોકપયોગી કાર્યોમાં કાર્યરત શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ ૫૧માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. તો અવસરને યાદગાર બનાવવા પરીખ ફાઉન્ડેશન, મુંબઈ ની સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત ત્રણ સુંદર મજાના પ્રોજેક્ટ્સનો ઉદઘાટન સમારંભનું આયોજન તા. ૦૭-૦૭-23 નાં રોજ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલો મુકવામાં આવેલ.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહાનુભાવો ગુજરાત સરકારના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને જામનગર શહેરનાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા અને શ્રી ભવ્યેશભાઈ શાહ , રાજેશભાઈ ગાંધી તેમજ સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા , સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા હાજર રહેલ
દીકરીઓ ડીજીટલ શિક્ષણ થકી આત્મનિર્ભર બનાવાવનો, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ઓનલાઈન લાયબ્રેરી પૂરી પડવાનો તેમજ વિજ્ઞાનપ્રવાહમાં નીટ, ગુજકેટ, જે.ઈ.ઈ. જેવી પરીક્ષા આપી ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના ઉદેશથી “ઈ-લાઈબ્રેરી “ એકમ શરૂ કરવામાં આવ્યુંછે. આ “ઈ-લાયબ્રેરી”ના ઉપયોગ દ્વારા વિવિધ પ્રોફેસનલ કોર્ષની તાલીમ મેળવી શકાશે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાશે, કમ્પ્યુટર દ્વારા પાઠ્ય પુસ્તકનું ઓડિયો-વિઝ્યુઅલ શિક્ષણ મેળવી શકાશે તેમજ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજકક્ષાના વિદ્યાર્થીઓનું પ્રેક્ટીકલ જ્ઞાન વધારી શકાશે. આ “ઈ-લાયબ્રેરી” સંપૂર્ણ દિવસ કાર્યરત રહેશે. આ એકમ દ્વારા ફોટોશોપ, કોરલ-ડ્રો, ટેલી એકાઉન્ટ, માઈક્રોસોફ્ટ વર્ડ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે જેવા વિવિધ કોર્ષનો લાભ મેળવી પગભર થઇ શકશે. આ “ઇ-લાઈબ્રેરી”નો વર્ષ દરમિયાન આશરે ૧૫૦૦ જેટલા લોકો લાભ લેશે. જેનું ડિજિટલી ઉદ્ઘાટન શ્રીમતી રીવાબા જાડેજાએ કરેલ
“લર્નિંગ બાય ડુઇંગ” સિદ્ધાંત દ્વારા અભ્યાસમાં નબળા બાળકોને અભ્યાસમાં રસ લેતા કરવા, જૂથ કાર્ય દ્વારા બાળકોનો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં પાયો મજબૂત કરવા અને ગ્રામ્ય કક્ષાએ કીટ આધારિત તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાધનોથી સજ્જ બસનો લાભ જરૂરીયાત વાળી સરકારી પ્રાથમિક શાળાને આપવાના ઉદેશથી એક દિવશીય “સ્કૂલ ઓન વ્હીલ” પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં આયોજન મુજબ શાળા પર જઇને વિદ્યાર્થીઓને જૂથ કરી પ્રથમ સેશનમાં પ્રયોગો પ્રવૃતિ દ્વારા વિજ્ઞાન, બીજા સેશનમાં પઝલ, મોડેલ્સ અને કાગળની કરામતો દ્વારા ગણિત, ત્રીજા સેશનમાં પ્રોજેકટર અને પ્રવૃતિ કીટની મદદથી ગુજરાતી-હિન્દી, ચોથા સેશનમાં “હું અંગ્રેજી બોલી શકું ?” વિષય અંતર્ગત દ્રશ્ય-શ્રાવ્ય પ્રવૃતિ કરાવવામાં આવશે. કાર્યક્રમના છેલ્લા સેશનમાં બાળકો શિક્ષકો નો અભિપ્રાય મેળવવામાં આવશે. ટૂકમાં પ્રથમ વર્ષે કૂલ 40 ગામડાની શાળામાં 50-50 વિદ્યાર્થીઑ થઈ 2000 જેટલા બાળકોને સ્કૂલ ઓન વ્હીલ કાર્યક્રમ અંતર્ગત સુશિક્ષિત કરવામાં આવશે.જે પ્રોજેક્ટને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રાઘવજી પટેલે ગ્રીન સિગ્નલ દ્વારા અને સંસ્થાના ચેરમેનશ્રીએ રિમોટ કંટ્રોલ દ્વારા ખુલો મુકેલ
પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ વધુમાં વધુ થાય અને સંસ્થા સંપૂર્ણ સૂર્ય ઊર્જા આધારિત વિદ્યુત મેળવી આજુબાજુની તમામ શૈક્ષણીક સંસ્થાના ઉદાહરણરૂપ બને તે ઉદેશથી ‘સોલર રૂપ ટોપ” સમગ્ર સંસ્થામાં કાર્યરત કરવામાં આવેલ. જેમાં 23 કિલોવોટ ના પ્લાન્ટ થી દૈનિક 100 યુનિટ જેટલી વિધુત ઊર્જા ઉત્પન્ન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પરીખ ફાઉન્ડેશન મુંબઈના ભવ્યેશભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ .
આ તમામ ત્રણેય એકમને કાર્યાન્વિત કરવા પરીખ ફાઉન્ડેશન-મુંબઈ, સીએસઆર પ્રવૃતિ મદદરૂપ થઈ રહી છે॰ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલનો સમગ્ર પરિવાર સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાના માર્ગદર્શન હેઠળ હોશભેર જહેમત ઉઠાવેલ……
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ::હડિયાણા


