Gujarat

છોટાઉદેપુર ડીડીઓં ની ઓચિંતી મુલાકાત મા કડુલીમહુડી, ઝેર 3 આંગણવાડી ની કાર્યકર તેડાઘર ને ફરજ મોકૂફી કર્યા

દવાખાના ની મુલાકાત મા ગેર હાજર આરોગ્ય સ્ટાફ ને જિલ્લા મથકે હાજર રહેવા સૂચના અપાઈ. આંગણવાડી ઓનું મોનટરીંગ ફક્ત કાગળ પર આઈ સી ડી એસ અધિકારી ગાંમડા મા ક્યારે જશે ?

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ નસવાડી તાલુકા ની ઓચિંતી મુલાકાત આવ્યા હતા સૌથી પેહલા તેઓ ગઢબોરિયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ગયા હતા. પછી દુગધા પી એચ સી અને કડુલીમહુડી ગ્રામ પંચાયત અને કડુલીમહુડી આંગણવાડી કેન્દ્ર અને ઝેર 3 આંગણવાડી કેન્દ્ર પર ગયા હતા. જેમાં કડુલીમહુડી આંગણવાડી કેન્દ્ર બંધ હોય અને પશું ઓં ફરતા જોવા મળેલ જયારે ઝેર 3 ની આંગણવાડી કેન્દ્ર મા આંગણવાડી ખુલ્લી હોય પરંતુ બાળક હતા નય અને બાળકો નો કોઈ નાસ્તો તેમજ અન્ય પ્રવુતિ જોવા મળેલ નથી. અને આંગણવાડી કેન્દ્ર ખુલતા ન હોય તેવું જિલ્લા વિકાસ અધિકારી એ તારણ કાઠેલ હોય. આદિવાસી વિસ્તાર ના બાળકો માટે તેમજ આરોગ્ય લક્ષી સુવિધા માટે સરકાર કેટલું આપે છે. છતાંય નોકરી કરતા કર્મચારી ઓની બે જવાબદારી ધ્યાને આવેલ હોય. તત્કાલ નસવાડી બાળ વિકાસ અધિકારી ને જાણ કરેલ જેમાં આંગણવાડી કેન્દ્ર ખુલતા નથી તેમજ જે મોંનટરિંગ હોય તેવું કંઈક નસવાડી તાલુકા ના વિસ્તાર મા જોવા મળેલ ન હોય. કડુલીમહુડી આંગણવાડી કાર્યકર ભીલ કોકિલાબેન મણિલાલ અને તેડાઘર ડુ ભીલ કૈલાસ બેન વિજયભાઈ અને ઝેર 3 આંગણવાડી કેન્દ્ર ના કાર્યકર રાઠવા અનસૂયા બેન રમેશભાઈ અને તેડાઘર ભીલ શર્મિષ્ઠા બેન યોગેન્દ્રસિંહ આમ બે કાર્યકર અને બે તેડાઘર ને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ની મૌખિક સૂચના થી નસવાડી તાલુકા બાળ વિકાસ અધિકારી એ ફરજ મુક્ત કર્યા છે.છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ની ઓચિંતી મુલાકાત મા ચાર કર્મચારી ને ફરજ મુક્ત કરાતા સમગ્ર તાલુકા મા ફફડાટ ફેલાયો છે.
દર મહિને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ઓચિંતી મુલાકાત કરે તેવી લોક માંગ ઉઠી
સરકાર દવારા આરોગ્ય લક્ષી આંગણવાડી શાળા તેમજ અન્ય સુવિધા ઓં આદિવાસી વિસ્તાર મા આપવામાં આવે છે. છતાંય ફરજ ના અધિકારી કર્મચારી ઓં બે જવાબદાર બન્યા છે તેમજ તાલુકા નુ મોંનટરિંગ ફક્ત કાગળ પૂરતું હોવાની ચર્ચા છે. હજુ ડુંગર વિસ્તાર ના આંતરિયાળ ગામડા ની મુલાકાત ડીડીઓં મહિના મા એકવાર લે તેવી લોક માંગ ઉઠી છે.
ગઢબોરિયાદ, દુગધા, કડુલીમહુડી ના ડોક્ટર સાથે આરોગ્ય સ્ટાફ ને છોટાઉદેપુર ડીડીઓં એ જિલ્લા મથકે બોલાવ્યા
ડીડીઓં ઓચિંતી મુલાકાત મા આરોગ્ય લક્ષી સેવા ને લઈ ગંભીર નોંધ લીધી જેમાં દવાખાના સબ સેન્ટર ની મુલાકાત મા ગેર હાજર આરોગ્ય સ્ટાફ મા ડોકટરો તેમજ એસ આઈ એફ એચ ડબ્લ્યુ એમ પી એચ ડબ્લ્યુ થી લઈ મોટા ભાગ ના આરોગ્ય સ્ટાફ ને જિલ્લા પંચાયત કચેરી મા છોટાઉદેપુર ડીડીઓં સમક્ષ હાજર રહેવાની સૂચના ઓં અપાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230707-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *