અમદાવાદ
રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાવર્ત્રિક મેઘ મહેર જાેવા મળી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાઓના ૨૨૪ તાલુકામાં મેઘકૃપા જાેવા મળી છે. રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો તલાલા, વીજાપુરમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. વેરાવળ, માંડવી, હારીજમાં ૩-૩ ઇંચ વરસાદ પડ્યો છે. આ તરફ વાંસદા, હિંમતનગર, ભૂજપમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૪૦ ટકા વરસાદ પડ્યો છે. તો સૌથી વધુ વરસાદ કચ્છમાં ૧૦૪ ટકા વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ૫૮ અને ઉત્તર ગુજરાતમાં ૪૦ ટકા વરસાદ વરસી ગયો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં ૩૦ ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં ૨૭ ટકા વરસ્યો છે.


