Gujarat

હરમડિયા ગામ પાસેથી પસાર થતી નદીમાં બે યુવાન તણાયા,એકનું મોત

કચ્છ
વરસાદના કારણે નદીઓમાં પાણી આવતા અનેક અનીચ્છયની બનાવો બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગીર ગઢડાના હરમડિયા ગામે બન્યો છે. હરમડિયા ગામ પાસેથી પસાર થતી નદીમાં બે યુવાન તણાયાની ઘટના સામે આવી છે. નદીમાં બે યુવાન તણાતા એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવકની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી છે. નદીમાં નાહવા જતા અચાનક પૂર આવતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. યુવક તણાયાની ઘટનાને લઈને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *