Gujarat

આ યોજના હેઠળ રાજ્યના ડીઝલકાર્ડ ધારક માછીમારોને ડીઝલ ઉપર પ્રતિ લિટર મહત્તમ રૂ.15ની વેટ સહાય ચૂકવવામાં આવે છે

ભારતમાં દર વર્ષે 10 જુલાઇના રોજ રાષ્ટ્રીય મત્સ્યપાલકદિન એટલે કે માછીમાર દિનની ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત
રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.વિશાળ દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના
માછીમારોનું જીવનધોરણ ઊચું આવે અને તેઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં
મૂકવામાં આવી છે.જે પૈકીની એક છે ડીઝલ વેટ રાહત યોજના.આ યોજના હેઠળ જામનગર જિલ્લામાં વર્ષ 2022માં 47
માછીમારોને રૂ.14.80 લાખની ડીઝલ સબસિડી ચૂકવવામાં આવી છે. ડીઝલ વેટ રાહત યોજનાનો લાભ ર૦ મીટર થી ઓછી
લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલકાર્ડ ધારક માછીમારોને મળવાપાત્ર છે.સરકારશ્રી દ્વારા
માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ ડીઝલ ઉપર પ્રતિ લીટર મહત્તમ રૂ.15ની વેટ સહાય આપવામાં આવે
છે.વાર્ષિક મહત્તમ ટ્રીપવાઇઝ તથા મળવાપાત્ર ડીઝલનો ક્વોટા બોટ એન્જીનના હોર્સ પાવર વાઇઝ નિયત થયેલ છે.
ડીઝલ ઉપર સબસિડી મળવાથી નાના માછીમારોને ફાયદો થાય છે: અલરખા અબ્દુલ(સચાણા બંદર માછીમારના
પ્રમુખ)
સચાણા બંદર માછીમારના પ્રમુખ અલરખા અબ્દુલ જણાવે છે કે, સચાણા બંદર પર જ ડીઝલ પંપ આવેલો છે અને
માછીમારોને ડીઝલ ઉપર પ્રતિ લિટર રૂ.12ની સબસિડી ચૂકવવામાં આવે છે.માછીમારોની વસ્તી ધરાવતા સચાણા ગામમાં
સરકારે અનેક વિકાસ કાર્યો કર્યા છે.સાથે જ માછીમારોને બોટને લગતા કોઈ પ્રશ્નો હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ આવે
છે.ડીઝલ ઉપર સબસિડી મળવાથી નાના માછીમારોને ઘણો ફાયદો થાય છે.તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું
છું.
ખૂબ જ ટૂંકા ગાળામાં સબસીડીની સહાય અમારા બેન્ક ખાતામાં જમા થાય છે :આબિદ ઈસ્માઈલ (માછીમાર)
જામનગર જિલ્લાના સચાણા ગામના માછીમાર આબિદ ઈસ્માઈલ જણાવે છે કે હું વર્ષ 1998થી માછીમારીનો વ્યવસાય કરું
છું.સરકાર દ્વારા અમને એક લિટર ડીઝલ ઉપર રૂ.12 સબસિડી ચૂકવવામાં આવે છે.અને બે મહિના જેટલા ટૂંકાગાળાના
સમયમાં જ આ રકમ અમારા બેન્કના ખાતામાં જમા થાય છે તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

-દિન-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *