જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી હસ્તકની બેકરી શાળા ખાતે બેકરીનો ૧૫ અઠવાડિયાનો પ્રમાણપત્ર વર્ગના ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહ કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી.જાદવ અને સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.સી.છોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદઘાટન સમારોહમા કુલપતિ શ્રી ડો. વી.પી.ચોવટિયા એ ઉદબોધન મા જણાવેલ કે આ તાલીમ વર્ગ ના તાલીમાર્થીઓ પોતાના પરિવાર માટે શુદ્ધ અને સાત્વિક બેકરીની વાનગી બનાવી શકે, સાથે સાથે સ્વરોજગારી પણ મેળવી શકે છે. આ ઉપરાંત આપતિના સમયમાં આ કોર્ષ કરેલ હોઈ તો જીવન નિર્વાહ કરી આર્થિક ઉપાર્જન પણ મેળવી શકે છે. આ કોર્ષ મા વધુમાં વધુ વિધાર્થીઓ તાલીમમાં જોડાઈ એવી અપીલ પણ કરી હતી.
પ્રાસંગિક ઉદબોધનમા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી.જાદવએ આ તાલીમ નું મહત્વ અને આજના સમયમા બેકરીની જરૂરિયાત વિશે માહિતી આપી હતી. આપણા દેશમાં બીજા ઉદ્યોગો ની જેમ બેકરી પણ એક નાના ઉદ્યોગ તરીકે સ્વીકારવામાં આવેલ છે. બેકરી ઉદ્યોગ ચાલુ કરવા અન્ય ફૂડ ઉદ્યોગની સરખામણીમાં શરૂઆતમાં મૂડી રોકાણ ખુબ ઓછું કરવું પડે છે, કારણ કે કોઈપણ જાતની મશીનરી સિવાય પણ હાથ થી બેકરી વાનગીઓ બનાવી શકાય છે. આ ઉધોગ ની તાલીમ લઇ એકદમ નાના પાયે બેકરી શરુ કરવામાં આવે તો પોતાની સાથે ૩ થી ૪ માણસોને રોજી આપી શકાય છે. લઘુ ઉદ્યોગ તરીકે બેકરી વ્યવસાય શરુ કરવો હોયતો સરકારશ્રી તરફથી લોન/સબસીડી પણ મળે છે.
કાર્યક્રમના આયોજન માટે ડો.ડી.એસ.ઠાકર અને બેકરીશાળા ના તમામ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.


