લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય અને અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ ભાઈ દુધાત દ્વારા મુખ્ય મંત્રી ને પત્ર પાઠવી રજૂ આત કરેલ પત્ર માં જણાવેલ કે જય ભારત સાથ જણાવવાનું કે સરકાર દ્વારા રાજયના ગામડાના વિકાસ માટે અલગ અલગ ગ્રાન્ટોમાં ટાઈડ ૫૦% અને અનટાઈડના ૫૦% ની ફાળવણી કરવામાં આવે છે,પરતું હાલ સરકારની અલગ અલગ વિકાસ યોજના હેઠળ ટાઇડના હેતુના કામો મોટા ભાગના ગામોમાં પૂર્ણ થયેલ છે જેથી ટાઇડ ગ્રાન્ટ વણ વપરાયેલ રહે છે અને હકીકતમાં ગામના વિકાસ માટે જરૂરિયાત હોય છે તે કામ પૂર્ણ કરી શકતા નથી જેથી નાણાપંચની ગ્રાન્ટો, આયોજનની ગ્રાન્ટો અને વિકાસ લક્ષી ગ્રાન્ટોમાં જે ગામમાં ટાઇડ હેતુના કામો પૂર્ણ થયેલ હોય ત્યાં અને ટાઇડ કામો કરવા માટે મંજુરી આપવામાં આવે તેવી વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રી ને પત્ર પાઠવી વિનંતી સહ માંગણી કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


