Gujarat

ઉનાના સનખડાના યુવકની હત્યા નિપજાવનાર બે સગા ભાઈ, બે પિતરાઈ ભાઈ અને મહિલાના ભાઈ મળી કુલ પાંચ શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નવાબંદર મરીન પોલીસમાં નોંધાયો…

જીલ્લા એલ સી બી ટીમે ગણત્રીની કલાકોમાં ૫ શખ્સોને ઝડપી લીધા….
ઉનાના સનખડા ગામના પરણીત યુવાન એ પરણીત મહિલા સાથે મૈત્રી કરાર કરેલ હોય જે મહિલાના પતિ
અને મૃતક યુવકના ભાઈઓને ન ગમતા બન્નેને માણેકપુર ગામના રસ્તા પર જોઈ જતાં મહિલાના પતિ અને
ભાઇ, મૃતકના ભાઈઓએ ગે.કા.મંડળી રચી જીવલેણ હુમલો કરી યુવકને પગ, હાથ તેમજ માથાના ભાગે
ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ ઉના બાદમા રાજકોટ રિફર કરેલ ત્યાં સારવાર
મળે તે પહેલાજ રસ્તા પર મોત નિપજ્યુ હતું. આ બનાવ હત્યામાં પલ્ટાતા મહીલાએ તેના પતિ, તેમજ
મૃતકના સગા બે ભાઇઓ અને બે પિતરાઇ ભાઇઓ સહીત પાંચ શખ્સો વિરૂધ નવાબંદર મરીન પોલીસમાં
ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના બનતા જીલ્લા એલ સી બી બ્રાન્ચે ગણત્રીની કલાકોમાંજ પાંચેય
આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ અંગેની આગળની વધુ કાર્યવાહી નવાબંદર મરીન પોલીસે હાથ ધરલ.
સનખડા ગામે રહેતા મૃતક દોલુભાઈ ધીરૂભાઈ ઝાલા અને જીતુબા ઉર્ફે જીજ્ઞા કનુ ઝાલા નામની મહિલા સાથે
પ્રેમ સંબંધ હોય બન્ને ઘરેથી ભાગી ગયા હતા. અને બન્નેએ મૈત્રી કરાર કરેલ હોય અને સાથે રહેતા હોય
જેથી મહીલાનો પતિ કનુ ભીમા ઝાલા, જીલ્લુ ભીમા ઝાલા (દિયર), કથુ ધીરૂ ઝાલા તથા વિક્રમસિંહ
ધીરૂભાઈ ઝાલા (મૃતકનો સગા ભાઇ) રહે. સનખડા તેમજ વિજય ઉર્ફે વિજુ ઘુઘા ગોહિલ (મહીલાનો સગો
ભાઇ) રહે. સોંદરડી આ તમામ શખ્સોને ન ગમતા અને દોલુભાઇ અને જીતુબા બન્ને પોતાના વાડીએ આટો
મારવા ગયેલ હોય જેની જાણ મહીલાના પતિેને થતા પાંચેય શખ્સો મળી ગે.કા. મંડળી રચી એક સંપ કરી
માણેકપુર રોડ પર પહોચી ગયેલ ત્યા બન્નેને જોઇ જતા તમામ શખ્સોએ લોખંડનો પાઇપ તેમજ લાકડીઓ
જેવા હથિયાર ધારણ કરી દોલુભાઇ પર તુટી પડતા બન્ને પગ, હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઇજા
પહોચાડી હતી. આથી ગંભીર ઇજાગ્રસ્ત દોલુભાઇને પરિવારજનો દ્વારા સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ
ખસેડવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ ત્યાર પહોચે તે પૂર્વે રસ્તા પરજ
દોલુભાઇનું મોત નિપજ્યુ હતું. આ બનાવ હત્યામાં પલ્ટાતા મૈત્રી કરાર કરેલ મહીલા જીતુબા ઉર્ફે જીજ્ઞા કનુ
ઝલાએ નવાબંદર મરીન પોલીસમાં તેમના પતિ, દિયર, ભાઇ તેમજ મૃતકના બે ભાઇઓ કુલ પાંચ શખ્સો
સામે ફરિયાદ નોંધાવી હતી.
ગીરસોમનાથ જીલ્લા એલ સી બી બ્રાન્ચના ઇન્ચા.વી કે ઝાલા, પ્રફુલભાઇ વાઢેર, પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ
ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ સહીતની ટીમને સંયુક્ત બાતમી આધારે તમામ આરોપીઓને ઝડપી પાડી
પુછપરછ કરતા આ હત્યા કરી હોવાનું કબુલાત આપતા આગળની વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી
કરવા હાથ ધરેલ છે. આ કામગીરીમાં એસ ઓ જી, એ બી જાડેજા, ઉના પી આઇ ગોસ્વામી, નવાબંદર
મરીન પોલીસ પી એસ આઇ વોરા, સર્વેલન્સ સ્કવોડના સીબી જાડેજા સહીત અલગ અલગ બ્રાન્ચની ટીમો
જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *