Gujarat

ગુજરાતમાં વધુ 6 IPS અને ૨ 2 dyspની બદલીના આદેશ અપાયા

ગાંધીનગર
ગુજરાતમાં ફરી ગૃહવિભાગમાં બદલીનો ગંજીપો ચિપાયો છે. વધુ ૬ ૈંઁજી અને ૨ ઙ્ઘઅજॅની બદલીના આદેશ અપાયા છે. રાજ્ય પોલીસ દળમાં ફરજાે બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે. ઉલ્લેખનીય છે કે નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *