ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, સેકટર- ૧૧ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગરના ઘારાસભ્ય રીટાબહેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.એસ.પટેલ, કલોલના ઘારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા વિવિઘ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. પદાધિકારીઓ દ્વારા શાળાના ઓરડાઓની મરામત, રસ્તા, લાઇટ, આરોગ્ય સુવિઘા, શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા, જમીન- મહેસુલ, આંગણવાડીના મકાન, ૧૦૮ની સેવાને વિસ્તૃત કરવા, શાળાના કંપાઉન્ડ વોલ અને સુજલામૂ- સુફલામૂ યોજના જેવા વિવિઘ જન સુખાકારી કામો અને અન્ય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ઘારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો પર સંબંઘિત અધિકારી સાથે કલેકટરે સમીક્ષા કરી હતી. તેમજ ઘારાસભ્યો દ્વારા રજૂ થતાં પ્રશ્નોને અગ્રીમતા આપવા માટે પણ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. આ સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર હિતેષ કોયાએ વિવિઘ કચેરીઓમાં નિવૃત્ત થતાં અધિકારીઓના પેશન કેસ, સરકારી બાકી લેહણાની ઉઘરાણી કરવા, યોગ્ય સમય મર્યાદામાં અરજીઓના નિકાલ અંતર્ગત સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ, તુમારનો નિકાલ સહિત વિવિઘ બાબતો પર સંબંઘિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, નિવાસી અધિક કલેકટર ભરત જાેષી સહિત જિલ્લાની વિવિઘ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
