અરવલ્લી
ભારે વરસાદને કારણે આ વર્ષે અમરનાથ યાત્રાને અસર પડી છે. અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દેવાઈ છે. તો અનેક ભક્તો રસ્તામાં અટવાયા છે. આવામાં અમરનાથની યાત્રાએ ગયેલા સુરતની મહિલાનું મોત નિપજ્યું છે. સુરતના કામરેજના ઊર્મિલાબેન મોદી અમરનાથની યાત્રાએ ગયા હતા, જેમાં ભુસ્ખલન થતાં ઊર્મિલાબેનને માથાના ભાગે પત્થર વાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા દરમિયાન એક જ સપ્તાહમાં આ ત્રીજા યાત્રીનું મોત નિપજ્યું છે. ઉર્મિલાબેન મોદી હજી દોઢ મહિના પહેલા જ અમેરિકાથી ગુજરાત આવ્યા હતા. તેઓ સુરત જિલ્લાના કામરેજના વતની છે. આ દરમિયાન તેઓએ અમરનાથ યાત્રાએ જવાનું નક્કી ર્કુય હતું. ગત ૫ જુલાઈના રોજ તેઓ અમરનાથ જવા રવાના થયા હતા. પરંતું યાત્રા દરમિયાન અચાનક ભૂસ્ખલન થયુ હતું, અને તેમના માથા પર પથ્થર પડ્યો હતો. જેથી તેમનુ મોત નિપજ્યુ હતું. હાલ ઊર્મિલાબેનના મૃતદેહને વતન લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. તો બીજી તરફ, માંડવીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિને આ ઘટના અંગે જાણ થઈ હતી. જેથી તેઓએ સરકારમાં મદદ માંગી હતી કે, ઉર્મિલાબેનના મૃતદેહને વતન લાવવા મદદ કરવામાં આવે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મદદે આવ્યા હતા.


