Gujarat

અલીપુરા એમડીઆઇ સ્કૂલ ખાતે બાળકોની આરોગ્ય તપાસ કરાઈ.

બોક્સ
બોડેલી ના અલીપુરા ખાતે એમડીઆઇ સ્કૂલ ખાતે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો
બોડેલી અલીપુરા ખાતે આવેલ એમડીઆઈ સ્કૂલ ખાતે કેજી વિભાગના વિદ્યાર્થીઓને આરોગ્ય ચકાસણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બોડેલી તાલુકા આરોગ્ય કચેરી તરફથી ડોક્ટર મેહુલ રાઠવા અને ડોક્ટર શિલ્પાબેન અને બોડેલી તાલુકા આરોગ્ય કચેરી ના નર્સિંગ સ્ટાફ અને ગીતાબેન સહિતના સ્ટાફ દ્વારા બોડેલી અલીપુરા ખાતે આવેલ એમડીઆઇ સ્કૂલમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં બાળકોનું વજન માપવામાં આવ્યું હતું બાળકોનું ચેક અપ કરવામાં આવ્યું હતું અને બાળકોની હાઈટ માપવામાં આવી હતી અને બાળકોને કોઈક તકલીફ જેવું લાગે તો એમને દવા પણ આપવામાં આવી હતી
 જિલ્લા અને તાલુકા આરોગ્ય ખાતા તરફથી આંગણવાડી, ખાનગી, સરકારી, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના  બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે બોડેલી ના અલીપુરા ખાતે આવેલ એમડીઆઇ સ્કૂલ ખાતે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230717113309.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *