Gujarat

સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડીયા દ્વારા મિલેટ્સ વર્ષ અંતર્ગત મિલેટ્સ વાનગી હરીફાઇ યોજવામા આવી. આહાર બદલો જીવન બદલો મીલેટસ અપનાવી જીવન બદલો.                

 વર્ષ ૨૦૨૩ આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે જેનો મુખ્ય હેતુ આહાર બદલો જીવન બદલો મીલેટસ અપનાવી જીવન બદલો આ હેતુને સિદ્ધ કરવાના સપના સાથે આજ રોજ જોડીયા તાલુકામા સંકલિત  બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડીયા દ્વારા વર્ષ ૨૦૨૩ અંતર્ગત ઘટક કક્ષાએ મિલેટ્સ વાનગી હરીફાઇનુ આયોજન કરવામા આવેલ વાનગી હરીફાઈમાં જોડીયા તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટસમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી વાનગી નિદર્શન કરવામાં આવેલ વાનગી નિદર્શન નો મુખ્ય હેતુ મિલેટસમાંથી બનતી સવાદીષ્ટ વાનગીઓ અને તેમાંથી મળતા પોષણ વિશે લોક જાગૃતિ આવે તે માટેનો હતો મિલેટ્સ વાનગી હરીફાઇમાં પ્રથમ દ્વિતીય અને તૃતિય ક્રમ નિર્ણાયક દ્વારા નક્કી કરવામાં આવેલ જેઓને મહાનુભાવોનાં હસ્થે સંકલિત  બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડીયા દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવેલ આ કાર્યક્રમને બહોળો લોક પ્રતિસાદ મળેલ
                આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન માન.જીલ્લા પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા અને માન.ચેરમેન શ્રી હર્શ્દીપભાઈ સુતરીયા હતા તથા તાલુકામાંથી કારોબારી અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ ગોઠીએ અને જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી બીનલબેન સુથાર તાલુકા વિકાસ અધિકારી શ્રી માધુરીબેન પટેલ રીટાબેન ભટ્ટએ હાજરી આપી કાર્યક્રમને ચારચાંદ લગાવેલ.
             આ પ્રોગ્રામમાં ધ્રોલ સાઈન્સ સેન્ટરના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. સંજયભાઈ પંડ્યા દ્વારા અનાજમાં થતી ભેળસેળ સુગર તપાસ વગેરે રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા અંગે  પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનો અને આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો તથા લોકોને પ્રેક્ટીકલ કરી માર્ગદર્શન આપેલ .
                કાર્યક્રમમાં આરોગ્ય શાખા માંથી જયાબેન, આયુર્વેદ શાખામાંથી ડો.નિતેશભાઈ,ખેતીવાડી શાખામાંથી ભાવેશભાઈ, યુ.પી.વી. કન્યા વિધ્યાલય માંથી મમતાબેન, મધ્યાહનભોજન યોજના માંથી મેઘાબેન, સર્કલ ઇન્સ્પેકટર ગીરધરલાલ ગઢીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોગ્રામને સફળતા અપાવવા બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડીયાનાં સંપૂર્ણ સ્ટાફ સી.ડી.પી.ઓ.શ્રી વિજયાબેન ગોહિલ, મુખ્ય સેવિકા શ્રી જ્યોત્સનાબેન ગુંસાઈ, જીતેશભાઈ વરિયા, હેતલબેન ચનીયારા, અમીનભાઈ ઓડીયા, હીનાબેન ગોલતર એ ભારે જહેમત ઉઠાવી હતી…………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ::હડિયાણા……

IMG20230714162125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *