છોટાઉદેપુર જિલ્લાનાં પુનીયાવાંટ સ્થિત શ્રીમતી મણીબેન એસ રાઠવા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલ નાં સ્થાપક તેરસિંગભાઇ રાઠવા નાં જન્મ દિવસ પર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મફત ઓપરેશન તથા દિવસ દરમ્યાન હોસ્પિટલમાં ડિલિવરી થયેલ અને દિકરીને જન્મ આપનાર એવી બે માતાઓ અનુક્રમે સાયદીબેન ડુંગરભાઈ ભીલ ગામ ખડકલા તથા રમતુબેન નાનસિંગભાઇ રાઠવા ગામ હાંસડા ને મફત ડિલિવરી ઉપરાંત રૂપિયા ૨૧૦૦/- – ૨૧૦૦-/- આપી દિકરી નાં જન્મ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમ હોસ્પિટલ નાં સંચાલક રાજુભાઇ રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


