Gujarat

ઉના ગીરગઢડા પંથકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો… ભાચા-ભડીયાદર રસ્તા પર વરસાદી પાણી ભરાયા…

ઊના ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અઢી ઇંચ જેટલુ પાણી વરસી જતા સમગ્ર પંથક પાણીમય બની
ગયેલ હતું. અને શહેર તેમજ ગામડાઓના રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. અને વાહન ચાલકોની અવર જવરમાં મુશ્કેલી વેઠવી
પડેલ હતી. ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો પાણીથી તરબોડ થયા હતા. ઉના અને ગીરગઢડા પંથકમાં બે થી
અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયેલ હતો. જેથી ભાચા ભડીયાદર ગામના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાતા બન્ને ગામ
તેમજ આજુબાજુના ગામના લોકોને અવર જવર મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો. આ સીવાય અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય
રસ્તા પર પાણી વહેતા થવા લાગ્યા હતા ખેડૂતોના પાક મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકો માટે ભારે નુકસાનકારક સાબિત થઈ
શકે છે તેવી ભીતી ખેડૂતોમાં સતાવતી હોય આથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળેલ. જ્યારે ગામડાઓમાં ગોઠણ સમા પાણી
ભરાયાં હતાં. અને સતત વરસાદી માહોલ થી હવે સૌ કોઈ ચિંતિત બની ગયેલ હતા. ભારે વરસાદના કારણે ગામડાના રસ્તાઓ પર
નદીઓ વહેવા લાગી…ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો છે. પરંતુ ઉપરવાસમાં
સતત વરસાદના પગલે મચ્છુન્દ્રી ડેમ ઉપરથી સતત પાણીનો પ્રવાહ વહેતો હોય જેથી મચ્છુન્દ્રી નદીના બન્ને કાંઠે પાણી વહી રહ્યા
છે. ત્યારે આજે સવારે પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક વધતા તંત્ર દ્રારા નિચાણવાળા વિસ્તારના ગામોને
એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

-રોડ-પર-પાણી-ભરાયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *