Gujarat

ઊનાના આમોદ્રા ગામમાં લીઝ વાળી જમીન બાબતે છેતરપીંડી કર્યાની ત્રણ શખ્સો વિરુધ યુવાને ફરીયાદ નોધાવી..

ઊનાના આમોદ્બા ગામની જમીન સર્વે નં.૭૬૯ ખાતા નં. ૮૨૦ ખેતીની જમીન એક હેક્ટરની લીઝ મળવા અરજી કરેલ હોય જેમાં
મનુ લખમણ સોલંકી, રમેશ લખમણ સોલંકી, તેમજ કનુ લખમણ સોલંકી આ ત્રણેય ભાઇઓ અને વિજયસિંહ રણધીરભાઇ ઝાલાએ
લીઝ મંજુર કરેલ લીઝ મંજુર થયા બાદ પચાસ ટકા ભાગમાં પથ્થર કાઢવાનું નક્કી થયેલ અને લીઝની મંજુરીમાં થતી તમામ પ્રકારની
કાયદાકીય પ્રક્રિયામાં થતો તમામ ખર્ચ વિજયસિંહએ કરવાનો અને આ લીઝ પુરી થયા બાદ ત્રણ વિધા જગ્યા નામે કરી આપવાની
તેવી મોખિક વાત ત્રણેય શખ્સો અને યુવાન વચ્ચે થયેલ હતી. ત્યાર બાદ રાજકોટ ખાતે રૂ. સો ના સ્ટેમ્પ ઉપર એગ્રીમેન્ટ કરી આપેલ
જેથી વિજયસિંહે કુલ રૂ.૪૨ લાખ ૫૦ હજારનું રોકાણ રોકડેથી તથા બેન્ક એકાઉન્ટ મારફતે આપેલ હોવા છતા આ ત્રણેય શખ્સોએ
ભેગા મળી આ જગ્યામાં લીઝની મંજુરી મેળવવા તમામ ફિ ભરેલ હોવા છતાં અન્ય વ્યક્તિને આ લીઝ વાળી જગ્યા માંથી પથ્થર
કાઢવા માટે આપી ફરીયાદી યુવાન સાથે મોખિત, લેખિત કરાર કરેલ હોવા છતાં પણ તેમની સાથે આ ત્રણેય શખ્સોએ પૈસા પરત
આપેલ નહી અને ત્રણેય ભાઇઓ સાથે મળી યુવાન સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ યુવાને પોલીસમાં ગુન્હો
નોધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *