Gujarat

ગીરગઢડાના એભલવડ ગામમાં મકાન ધરાશાય થતા વૃદ્ધ દંપતી દટાયા,,,બન્નેને હાથ પગ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પિટલે ખસેડાયા….

ગીરગઢડા તાલુકાના એભલવડ ગામમાં રહેતા વૃદ્ધ દંપતી પોતાના રહેણાંક મકાનમાં વસવાટ કરતા હોય આજે અચાનક કાચું મકાન
ધરાશાઈ થતા બંને મકાન નીચે દટાતા બન્ને વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હતી. બન્ને ઇજાગ્રસ્ત વૃદ્ધોને સારવાર અર્થે 108 માં ઉના
ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા..
એભલવડ ગામમાં કૃષ્ણ મંદિર પાસે કાળુભાઈ હમીરભાઇ શિયાળ તેમજ લક્ષ્મીબેન કાળુભાઈ શિયાળ બન્ને વૃદ્ધ દંપતી પોતાનું
રહેણાંક મકાન કાચું નળિયા વાળું આવેલ હોય તેમાં વૃદ્ધો વસવાટ કરતા હોય અને અચાનક આ મકાનની દીવાલ ધરાશાય થઈ હતી.
મકાનમાં રહેતાં બન્ને વૃદ્ધ દંપતી ઉપર મકાનની છતમાં આવેલા નળિયા તેમજ લાકડાના વાસ માથે પાડતા બન્ને વૃદ્ધ દટાઈ ગયા
હતા..
આ મકાન ધરાશાઈ થતા આસપાસમાં લોકો તાત્કાલિક દોડી ગયેલ અને આ બન્નેને દંપતિઓને બહાર કાઢવામાં આવ્યાં હતા. બન્ને
વૃદ્ધને હાથ પગ માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલે
ખસેડવામાં આવ્યાં હતા. જેમાં વૃદ્ધ લક્ષ્મીબેનને માથાના ભાગે તેમજ કાળુભાઈ શિયાળને માથા તેમજ પગમાં ગંભીર ઈજા
પહોંચતા ફેક્ચર થયુ હોવાનુ જાણવા મળેલ. હાલ બન્ને વૃદ્ધ દંપતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય આ ઘટનાની જાણ તેમનાં
પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા.

-મકાન-ધરાશાય-થતા-વૃદ્ધ-દંપતી-દટાયા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *