Gujarat

જેતપુરમાં રખડતા ઢોર મામલે શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

જેતપુરમાં કોંગ્રેસ દ્વારા શહેરમાં રખડતા ઢોર ત્રાસરૂપ બન્યા છે તે બાબતે નગરપાલિકા કડક પગલાં લે તે માટે ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત કરી હતી. જેતપુરમાં રખડતા ઢોર લોકો અને વાહનચાલકો માટે ત્રાસરૂપ બન્યા છે ત્યારે કોંગ્રેસ મેદાનમાં આવીને કાયમી ધોરણે નિકાલ થાય તે માટે જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું કે જેતપુર શહેર વીસ્તારમાં હાલ દિવાળીનો તહેવારો નો સમય હોય અને શહેર તેમજ ગ્રામ્ય નું ખરીદી અંગે નું એક માત્ર સ્થળ જેતપુર હોય જે સબબ ટ્રાફીક થતું હોય જેમાં જેતપુર શહેરના જે પશુપાલકો છે તેવા પશુપાલકો પોતાના ઢોર ને જેતપુર શહેરમાં ખુલ્લે આમ છોડી મૂકે છે,તેમજ આ ઢોર જેતપુર શહેર ની મધ્ય માં આવેલા વીસ્તારો માં રખડતા ભટકતા રહે છે.જેતપુર શહેરમાં રખડતા ઢોરની ત્રાસની સમસ્યા વિકટ બની છે, જેમાં રખડતા ઢોર રસ્તા ઉપર બેસી રહે ગમે ત્યારે ઉઠીને વાહન ચાલકો માટે જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે અને વાહન ચાલકો તેમજ રાહદારી ઓને ખુબજ મુશ્કેલી થાય છે.તેમજ આ બાબતે આવા પશુ પાલકો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આ બાબતે યોગ્ય પ્રકાર નો નિર્ણય કરે જેથી પશુઓને પણ હાની ના થાય તેમજ રસ્તા પર જતા લોકો ને પણ નુકશાની ન થાય તે પાલિકા કડક પગલા લે તે માટે જણાવ્યું હતું.રખડતા ઢોરને નાથવાના પગલા ન લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

IMG-20211028-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *