નવીદિલ્હી
મ્ઝ્રઝ્રૈં-ઁઝ્રમ્ની ખેંચતાણ વચ્ચે એશિયા કપ ૨૦૨૩નું શેડ્યૂલ આખરે આવી ગયું છે. આ ટુર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની પ્રથમ મેચ ૨ સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. તો એશિયા કપની શરૂઆતની મેચ યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. આ મહત્વની ટૂર્નામેન્ટની ફાઇનલ ૧૭ સપ્ટેમ્બરે કોલંબોમાં યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને છઝ્રઝ્ર મેન્સ પ્રીમિયર કપની વિજેતા નેપાળ ટીમ વચ્ચે કુલ ૧૩ મેચો રમાશે. ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ-૧માં છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ-૨માં છે.
એશિયા કપનું સંપૂર્ણ શેડ્યૂલઃ
પ્રથમ રાઉન્ડ
૩૦ ઓગસ્ટ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલતાન
૩૧ ઓગસ્ટ – બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
૨ સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
૩ સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન – લાહોર
૪ સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ નેપાળ – કેન્ડી
૫ સપ્ટેમ્બર – શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
સુપર-૪ રાઉન્ડ શેડ્યૂલ
૬ સપ્ટેમ્બર – છ૧ વિરુદ્ધ મ્૨ – લાહોર
સપ્ટેમ્બર ૯ – મ્૧ વિરુદ્ધ મ્૨ – કોલંબો
સપ્ટેમ્બર ૧૦ – છ૧ વિરુદ્ધ છ૨ – કોલંબો
સપ્ટેમ્બર ૧૨ – છ૨ વિરુદ્ધ મ્૧ – કોલંબો
સપ્ટેમ્બર ૧૪ – છ૧ વિરુદ્ધ મ્૧ – કોલંબો
સપ્ટેમ્બર ૧૫ – છ૨ વિરુદ્ધ મ્૨ – કોલંબો
સપ્ટેમ્બર ૧૭ – ફાઇનલ


