Gujarat

પાળિયાદ જગ્યાનાં મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની ૨૪ જુલાઈ એ ઉજવણી થશે.

સૌરાષ્ટ્રનાં સુખ્યાત તીર્થ પાળિયાદ વિહળધામ ખાતે ૨૪ જૂલાઇના રોજ ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની સાત્વિક સેવા પ્રવૃતિઓ સાથે દિવ્ય ઉજવણી થશે. બા ના પ્રાગટ્ય પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેર માટે ભક્તો સંકલ્પ લેશે. જગ્યાની અત્યાધુનિક એવી બણકલ ગૌશાળામાં ગાયમાતાઓને લાપસી પીરસાશે, મહાજન પાંજરાપોળ ખાતે ગાયમાતાઓને લીલો ચારો નાખવામાં આવશે અને જગ્યા દ્વારા સંચાલિત અને પાળિયાદ ની શાળામાં વિદ્યાર્થીઓને પ્રસાદી આપવામાં આવશે તેવુ જગ્યાના સંચાલક પૂજ્ય ભયલુબાપુએ જણાવ્યુ છે.
પૂજ્ય બા ના જન્મ દિવસની ભાવ અને ભક્તિ સાથે ઉજવણી કરવા માટે જગ્યાને સમર્પિત હરિ ભક્તો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
અહેવાલઃવિપુલ લુહાર

Picsart_23-07-22_17-03-25-522.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *