મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,કઠલાલ ખાતે ગુજરાતી વિભાગ ,ગીત–સંગીત–નૃત્યધારા તેમજ નાટ્યધારા અંતર્ગત કવિશ્રી ઉમાશંકર જોશી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના આચાર્યશ્રી ડૉ.અમિતકુમાર કે.પરમારની પ્રેરણા અને ઉપાચાર્ય મેડમ પ્રા.વૈશાલીબેન કે.મકવાણાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં કાવ્યપઠન-સ્પર્ધા,કાવ્યગાન-સ્પર્ધા અને વાચિક્મ જેવી પ્રવુતિઓ કરવામાં આવી હતી.આ વિવિધ પ્રવુતિઓમાં કુલ ૩૬ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ જેટલાં વિધાર્થીઓ તથા અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમના સંયોજક ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ગીત –સંગીત-નૃત્યધારાના કન્વિનર ડૉ.કુસુમબેન એમ.પરદેશી તથા સહસંયોજક નાટ્યધારાના કન્વીનર ડૉ.વંદના બી.રામી રહ્યાં હતા. નિર્ણાયકની કપરી ભૂમિકા ડૉ.દિવ્યનાથ વી.શુક્લ અને ડૉ.વંદના બી.રામીએ નિભાવી હતી.


