Maharashtra

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.26 નરમ, ચાંદી રૂ.340 તેજઃ ક્રૂડ તેલમાં નોમિનલ સુધારો પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,455 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 17100.96 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,28,875 સોદાઓમાં કુલ રૂ.24,571.9 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,455.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
17100.96 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 54,130 સોદાઓમાં રૂ.4,500.73 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,041ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,218 અને નીચામાં રૂ.59,000 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.26 ઘટી રૂ.59,050ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.49 વધી રૂ.47,604 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,855ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.58,983ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,379ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.74,765 અને નીચામાં રૂ.74,201 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 વધી
રૂ.74,436 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.308 વધી રૂ.74,303 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.305 વધી રૂ.74,291 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 16,182 સોદાઓમાં રૂ.1,775.31 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જુલાઈ વાયદો રૂ.729.10ના ભાવે ખૂલી, રૂ.10.60 વધી રૂ.735.90 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ
રૂ.1.75 વધી રૂ.197.55 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ
રૂ.2.65 વધી રૂ.216ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.80
વધી રૂ.197.55 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.183.30 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.30 વધી
રૂ.215.50 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,661 સોદાઓમાં રૂ.1,156.59 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,454ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,475
અને નીચામાં રૂ.6,416 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.6,465 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની ઓગસ્ટ વાયદો રૂ.5 વધી રૂ.6,462 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.222ના ભાવે ખૂલી, રૂ.2.60 વધી રૂ.223.10 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.5 વધી 223.1 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.22.40 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,500 અને

નીચામાં રૂ.59,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.59,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.80 ઘટી રૂ.857.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,466.06 કરોડનાં
4,163.824 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,034.67 કરોડનાં 273.026 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.450.86 કરોડનાં 6,99,020 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.705.73 કરોડનાં 3,15,25,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.281.16 કરોડનાં 14,157 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.35.50 કરોડનાં 1,925 ટન તાંબાના વાયદાઓમાં રૂ.908.69 કરોડનાં 12,330 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.549.96 કરોડનાં 25,321 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.56 કરોડનાં 768 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.17.84 કરોડનાં 201.96
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,704.280 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 830.681 ટન, તાંબાના વાયદાઓમાં 12,460.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,297 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,787 ટન તથા જસત અને જસત-મિનીમાં
24,730 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,71,870 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,09,06,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
18,816 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 374.04 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.15.91 કરોડનાં 198 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 483 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 16,050
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,081 અને નીચામાં 16,026 બોલાઈ, 55 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 9 પોઈન્ટ વધી
16,036 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 17100.96 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 7575.2 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 466.71 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 7704.86 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1344.53
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 272.40 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.209.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.214.50 અને નીચામાં
રૂ.188.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.40 વધી રૂ.208.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ
ઓગસ્ટ રૂ.220.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.90 ખૂલી, ઉપરમાં
રૂ.17.50 અને નીચામાં રૂ.15.50 રહી, અંતે રૂ.1.60 વધી રૂ.16.80 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.39.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.39.00 અને નીચામાં રૂ.5.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.00 ઘટી રૂ.9.50
થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.29.50
ખૂલી, ઊપરમાં રૂ.29.50 અને નીચામાં રૂ.3.00 રહી, અંતે રૂ.11.50 ઘટી રૂ.12.00 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,414.00ના ભાવે ખૂલી,
રૂ.219.50 વધી રૂ.1,566.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.1,285.00ના ભાવે ખૂલી, રૂ.157.00 વધી રૂ.1,341.50 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740.00 સ્ટ્રાઈક

પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.83 વધી રૂ.13.83 જસત ઓગસ્ટ રૂ.215.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.3.44 વધી રૂ.8.00 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.205.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.222.80 અને નીચામાં રૂ.195.10 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.10 વધી રૂ.201.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.220.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.25 ખૂલી, ઉપરમાં રૂ.13.10 અને નીચામાં રૂ.11.50
રહી, અંતે રૂ.1.45 ઘટી રૂ.12.10 થયો હતો.
સોનું જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.135.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.195.00 અને નીચામાં રૂ.95.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17.00 વધી
રૂ.166.50 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.170.00 ખૂલી, ઊપરમાં રૂ.218.50 અને નીચામાં રૂ.120.50 રહી, અંતે રૂ.18.00 વધી રૂ.195.00 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,600.00ના ભાવે ખૂલી,
રૂ.91.50 ઘટી રૂ.1,610.00 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.1,352.00ના ભાવે ખૂલી, રૂ.87.00 ઘટી રૂ.1,507.50 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.700.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.1.44 ઘટી રૂ.2.97 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *