National

ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું

ત્રિપુરા
ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે મંગળવારે તેમના પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પૂરેપૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ દેખાવ ખૂબ જ કંગાળ રહ્યો હતો.પીજૂષ કાંતિ બિસ્વાસે પોતાનું રાજીનામું ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીને સોંપી દીધું છે. તેણે તેમાં લખ્યું છે કે હું ટીએમસીના ત્રિપુરા પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું. આ સાથે હું તૃણમૂલ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી રહ્યો છું. હું તમારો અને અભિષેક બેનર્જીનો આભારી છું. જેણે મને આ જવાબદારી આપી.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *