Gujarat

GMERS ફી વધારા અંગે

• વર્ષ ૨૦૦૯ પહેલા ગુજરાતમાં માત્ર ૬ સરકારી મેડિકલ કોલેજ હતી. જેમાં ૯૦૦ બેઠકો ઉપલબ્ધ હતી.
• જેના પરિણામે રાજ્યના વિદ્યાર્થીઓને અન્ય રાજ્ય તેમજ વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જવું પડતું હતું.
• રાજ્યના વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તાયુક્તમેડિકલ શિક્ષણ અને સ્થાનિક જનોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે ઉમદા ભાવ સાથે દીધર્દ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ય્સ્ઈઇજીની સ્થાપના વર્ષ ૨૦૦૯ માં કરવામાં આવી હતી.
• ગોત્રી અને સોલા આમ બે જગ્યાએ ૩૦૦ બેઠકથી શરૂ થયેલ ય્સ્ઈઇજી આજે ૧૩ જિલ્લામાં કુલ ૨૧૦૦ બેઠકો સાથે કાર્યરત બની છે
• હાલ ૨૧૦૦ બેઠકો પૈકી ૧૭૮૫ જેટલી બેઠકો સરકારી ક્વોટા હેઠળ જ્યારે ૩૧૫ જેટલી દ્ગઇૈં બેઠકો છે.
• હાલ ય્સ્ઈઇજી ની વિવિધ કોલેજમાં અભ્યાસ કરી રહેલા કુલ ? ૨૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૪૩૯ જેટલા વિદ્યાર્થીઓને સ્રૂજીરૂ (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના), કન્યા કેળવણી સ્કોલરશીપ, ફ્રી શીપ કાર્ડ યોજના, ઝ્રસ્જીજી (મુખ્યમંત્રી સ્કોલરશીપ સ્કીમ) હેઠળ નાણાકીય સહાયનો લાભ મળી રહ્યો છે.
• બાકીના ૩૪૬ જેટલા વિદ્યાર્થીઓ કે જેમના વાલીની આવક મર્યાદા કરતા વધુ હોવાથી આ યોજનાના લાભ હેઠળ નથી આવતા તેમને જ આ ફી વધારો લાગુ પડશે.
• રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન સમયમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફક્ત આ ૧૬% જેટલા વિદ્યાર્થીઓને જ અસર કરશે.
• આવા વિદ્યાર્થીઓ માટે પણ પ્રવેશ પ્રક્રિયા વખતે બેંક લોનની વ્યવસ્થા કરવામાં આવે છે.
• જેમાં વિદ્યાર્થીઓનું બેંક સાથે સંકલન કરાવીને સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે
• ૪.૫ વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીને એક વર્ષ સુધી પ્રતિ માસ ૧૮૦૦૦ નું સ્ટાઈપેન્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
• વધુમાં ય્સ્ઈઇજી સંસ્થા ખાતે વિદ્યાર્થી જુનીયર રેસીડેન્શીપમાં જાેડાય ત્યારે ૮૪ હજારનું વેતન પણ આપવામાં આવે છે.
• જેનાથી બેંક લોન ચૂકવવામાં સરળતા રહે.
• રાજ્યની જીહ્લૈં અને કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજની ફી વ્યવસ્થા પર એક નજર નાખીએ તો અન્ય કોલેજમાં ૨૦૧૮ થી જ ૫.૫ લાખ અને તેનાથી વધારાની ફી લેવામાં આવે છે .હાલની સ્થિતિએ આ કોલેજાેમાં મેડિકલ અભ્યાસ માટે રૂ. ૫.૯૩ લાખ થી રૂ. ૮.૬૫ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે.
• જ્યારે આપણે પાંચ વર્ષ બાદ ૨૦૨૩ માં ૫.૫ લાખ ફી નક્કી કરી છે
• આ ફી વધારાથી ય્સ્ઈઇજીની ફી ની આવકમાં માત્ર ?૫૯ કરોડની વધારાની આવક થશે.
• જેની સામે સરકાર ૨૦૧૦-૧૧ થી ૨૦૨૩ માં કોલેજ અને હોસ્પિટલના સંચાલન માટે અંદાજિત રૂપિયા ૮૫૦૦ કરોડની રકમની ફાળવણી કરી ચૂકી છે.
• જેની સામે અત્યારસુધીમાં ય્સ્ઈઇજીને ટ્યુશન ફી માંથી ફક્ત રૂપિયા ૧૯૪૬ કરોડની જ આવક થઇ છે.
• આમ, આજે પણ સરકાર ય્સ્ઈઇજી ના કુલ ખર્ચના ૮૦ ટકા રકમનો બોજાે ઉપાડી રહી છે.

• ક્રમશઃ આ કોલેજાેને ર્સ્વનિભર બનાવવાની દિશામાં સરકારે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે.આ ફી વધારાથી રાજ્યના કોઈપણ વાલી કે વિદ્યાર્થી ઉપર આર્થિક બોજાે નાખવાનો સરકારનો ઉદ્દેશ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *